Saturday, 18 February 2017

કવિતા - પા

પપ્પા સાથે 😊


કલમ ભલે મારી હોય, પણ લખવાનું શિખ્યો હું આપના થકી.
જીવનની દરેક ક્ષણમાં સંઘર્ષ કરીને જીતવાનું, શિખ્યો છું હું આપના થકી.
આપના થકી જ આવડ્યું મને,
સંબંધો નિભાવવાનું,
જિંદગી જીવવાનું,
રોતાને હસાવવાનું, શિખ્યો છું હું આપના થકી. 

પપ્પા…
પગ ભલે મારા હોય, પગભર થવાનું શિખ્યો હું આપના થકી.
કઠીનાઈ ભર્યા પંથ પર ડગલા માંડવાનું, શિખ્યો છું હું આપના થકી.
આપના થકી જ આવડ્યું મને,
દુ્ઃખોને હંસી કાઢવાનું,
કપરા સમયમાં હામ રાખવાનું,
વડીલોની સેવા કરવાનું, શિખ્યો છું હું આપના થકી. 

પા…
તમે હાજર હતા મારી સાથે,
મારી દરેક સફળતા-અસફળતામાં,
મારા દરેક જય-પરાજયમાં,
મારા જીવનની દરેક ક્ષણમાં.

હું વચન આપું છું તમને,
જે રીતે નાનપણમાં તમારો ખભો બન્યો હતો ઘોડીયું મારું,
તે જ રીતે આપના ઘડપણમાં મારો ખભો બનશે લાકડી તમારી.
ફોક નહિ થવા દઉં આ બોલ કદી,
કેમ કે વચન પાળવાનું પણ, શિખ્યો છું હું આપના થકી.

No comments:

Post a Comment

કવિતા - બોલાવે...

ગોધૂલિએ ગૌધનને માલધારીનો સાદ બોલાવે, આ આગ વરસાવતા આભને વસુંધરાની ફરિયાદ બોલાવે, ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની...