Monday, 23 January 2017

કવિતા - ધન્ય ધરા ગુર્જરી

Gujarat




તારા રૂપની શું વાત કરું હું એ રંગીલી ધરતી (2)
ક્યાંક જંગલો, ક્યાંક પર્વતો, ક્યાંક શ્વેત છે રેતી.
                    

મધ્યમાં છે 'પાવાગઢ', મા મહાકાળીનું ધામ,(2)
ઉત્તરમાં આવેલું 'શ્રી મોદીસાહેબ'નું ગામ,
'અમદાવાદી' પ્રજાની તો જોઈ લો તમે મસ્તી,
 તારા રૂપની....

                   
સૌરાષ્ટ્રએ જય ગીરનારી, 'મહેતા નરસિંહ'ની ધરતી,(2)
જ્યાં   જોવા   મળે  છે  સૌથી મોટી  સાવજોની વસ્તી,
એ જ ધરતી પર બિરાજે સંગે 'સોમનાથ-પાર્વતી',
તારા રૂપની....

                    
દક્ષિણમાં નદી 'નર્મદા', સૌની પ્યાસ બુઝાવતી,(2)
ઉનાળામાં કેરીઓ ખાવાની મજા સૌને બહુ આવતી,
જ્યાંની સ્ત્રીઓ પુરુષોથી કદી પાછળ નથી રહેતી,
તારા રૂપની....

                    
પશ્ચિમે છે 'અરબસાગર', હિલોળો લેતો દરિયો,(2)
એ જ પશ્ચિમે બિરાજે મારો મુરલીધર શામળીયો,
જન્મભૂમિ છે જે ગાંધીની ને સરદારની ધરતી,
તારા રૂપની....
                    

વરસાદમાં ભીંજાય છે જ્યારે આંચળ તારું,(2)
મોર બનીને ત્યારે ઝૂમી ઊઠે છે આ હૈયુ મારું,
ઊગી નીકળે છે ફૂલ ગુલાબી, ઉપર તારી ધરતી,
તારા રૂપની....
                         

જ્યાંની પોલીસનો મૂળ મંત્ર છે 'સેવા, સુરક્ષા અને શાંતી',(2)
જ્યાં 'અમૂલ' ડેરી ઉદ્યોગે લાવી છે આ શ્વેત ક્રાંતિ,
જ્યાં 'ટાટા નેનો' ઉદ્યોગને મળી છે નવી નવી ઉન્નતિ,
તારા રૂપની....
                    

ફ્લેમીંગોનું કલબલાટ છે, જ્યાં સાવજોનું છે રાજ,(2)
તે જ ધરા પર આવીને વસ્યો આખો 'પારસી' સમાજ,
જ્યાં દરિયામાં ઓટ આવતી ને પછી આવતી ભરતી,
તારા રૂપની....


નવરાત્રીની ઉમંગ છે, જ્યાં મકરસંક્રાંતિનો ઉલ્લાસ(2),
જન્માષ્ટમીની મોજ છે, જ્યાં દીવાળીનો અજવાશ,
દીકરી જ્યાંની સુનિતા જેવી, અંતરીક્ષની સફર કરતી,
તારા રૂપની....

                    
ભાવનગરના 'ગાંઠીયા' ને વડોદરાનું 'ચવાણું',(2)
મોરબીના 'પુરી-શાક' વિના તો કેમ પૂરું થાય ભાણું?
સમૃદ્ધ છે આ ભૂમિ ઘણાં બધાં વ્યંજનોથી,
તારા રૂપની....

                                                                 
રોજગાર હૈ, વ્યાપાર હૈ, શિષ્ટાચાર હૈ ગુજરાત મેં,(2)
ઈસી લિએ તો કેહતે હૈં, 'કુછ દિન તો ગુજ઼ારો ગુજરાત મેં',
જ્યાં કિલ્લાઓ, ઈમારતો,સ્મારકો દર્શાવે પોતાની ઉપસ્થિતિ,
તારા રૂપની....
                    

આ માટીનું ઋણ ચુકવતા, મટી જાય આપણી હસ્તી,(2)
ધન્ય છે તને, ધન્ય છે તને, ધન્ય ગુજરાતની ધરતી,
તારા રૂપની....

No comments:

Post a Comment

કવિતા - બોલાવે...

ગોધૂલિએ ગૌધનને માલધારીનો સાદ બોલાવે, આ આગ વરસાવતા આભને વસુંધરાની ફરિયાદ બોલાવે, ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની...